પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ફિનલેન્ડના રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર સ્ટબ સાથે ટેલિફોન પર વાતચીત કરી. બંને નેતાઓએ યુક્રેનની પરિસ્થિતિ સહિત પરસ્પર પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી. ડિજિટલાઇઝેશન, ટકાઉપણું અને ગતિશીલતાના ક્ષેત્રો સહિત બંને દેશો વચ્ચે ચાલી રહેલા સહયોગની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બંને નેતાઓએ ક્વોન્ટમ, 5G-6G, કૃત્રિમ બુદ્ધિમત્તા અને સાયબર-સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં ભાગીદારીને વધુ ગાઢ બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે ફિનલેન્ડ યુરોપિયન સંઘમાં એક મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે.
ફિનલેન્ડના રાષ્ટ્રપતિએ ભારત-યુરોપીયન સંઘનાં ઘનિષ્ટ સંબંધો પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરારને વહેલામાં વહેલી તકે અંતિમ સ્વરૂપ આપવા માટે તેમના દેશનો ટેકો પણ વ્યક્ત કર્યો.
Site Admin | એપ્રિલ 16, 2025 8:12 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિનલેન્ડના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોન પર યુક્રેનની પરિસ્થિતિ સહિત પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી.
