પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. શ્રી મોદીએ કહ્યું, પૂજા કરવાથી મનને શાંતિ મળે છે. તેમણે દિવંગત મહાન શાસ્ત્રીય ગાયક પંડિત ભીમસેન જોષીના એક ભજનને પણ સોશિયલ મીડિયા સંદેશમાં જોડ્યું હતું. આ ભજનમાં કહેવામાં આવ્યું છે કે, દેવીને સમર્પિત આ ભાવનાત્મક ભજન મંત્રમુગ્ધ કરી દે તેવું છે.” આ ગીત દેવીના આશીર્વાદને આહ્વાન કરે છે.
ઉલ્લેખનીય છે કે, નવરાત્રિના ત્રીજા દિવસે દેવી દુર્ગાની પૂજા માતા ચંદ્રઘંટાના સ્વરૂપમાં કરવામાં આવે છે.
Site Admin | એપ્રિલ 1, 2025 2:00 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે ચૈત્ર નવરાત્રિના ત્રીજા દિવસ નિમિત્તે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી
