પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે બંને દેશ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે.ચિલીના રાષ્ટ્રપ્રમુખ આજથી પાંચ દિવસની ભારત મુલાકાતે છે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળશે. શ્રી બોરિકના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કરાયું છે. રાષ્ટ્રપ્રમુખ બોરિકની સાથે મંત્રીઓ, સંસદસભ્યો અને વેપાર સંગઠનોનું ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળ પણ હશે. રાષ્ટ્રપ્રમુખ બોરિક આગ્રા, મુંબઈ અને બેંગ્લોરની પણ મુલાકાત લેશે. મુંબઈ અને બેંગ્લોરમાં, તેઓ વેપાર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ, સ્ટાર્ટઅપ્સ, ઇનોવેટર્સ અને ટેકનોલોજી સાથે સંકળાયેલા લોકો સાથે મુલાકાત કરશે.રાષ્ટ્રપ્રમુખ બોરિક 5 એપ્રિલે ચિલી પરત ફરશે. રાષ્ટ્રપ્રમુખ તરીકે આ તેમની પહેલી ભારત મુલાકાત છે. ચિલીના રાષ્ટ્રપ્રમુખની મુલાકાત બંને દેશોને દ્વિપક્ષીય સંબંધોની વ્યાપક સમીક્ષા કરવાની તેમજ પરસ્પર હિતના પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક પૂરી પાડશે. લેટિન અમેરિકન ક્ષેત્રમાં ચિલી ભારત માટે એક મહત્વપૂર્ણ ભાગીદાર દેશ છે.
Site Admin | એપ્રિલ 1, 2025 9:44 એ એમ (AM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચિલીના રાષ્ટ્રપ્રમુખ ગેબ્રિયલ બોરિક ફોન્ટ સાથે દ્વિપક્ષીય સંબંધો અંગે ચર્ચા કરશે
