પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિલાન્યાસ કર્યો છે. તેમણે મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પૂર્ણ કરાયેલા વિવિધ વિકાસકામોની વિગતો આપી હતી.
શ્રી મોદીએ કહ્યું કે, મરાઠીને ક્લાસિક્લ લેંગ્વેજ એટલે કે અભિજાત ભાષાનો દરજ્જો આપીને કેન્દ્ર સરકારે મરાઠી લોકોની ઘણા વર્ષોની આશા પરિપૂર્ણ કરી છે.
પ્રધાનમંત્રીએ આજે આશરે સાત હજાર કરોડ રૂપિયાના ખર્ચે નાગપુર ખાતેના બાબાસાહેબ આંબેડકર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના આધુનિકીકરણ, તેમજ 645 કરોડ રૂપિયાના ખર્ચે શીરડી વિમાન મથકે નવા સંકલિત ટર્મિનલ બિલ્ડિંગ માટે શિલાન્યાસ કર્યા હતા.
આ ઉપરાંત પ્રધાનમંત્રીએ મુંબઈ નાસિક સહિત મહારાષ્ટ્રમાં દસ સરકારી તબીબી કોલેજોનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ તેમણે મુંબઈ ખાતે ટાટા ટ્રસ્ટના સાથ સહકારમાં વિકાસ કરાયેલા ભારતીય કૌશલ્ય સંસ્થાનું અને વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદઘાટન પણ કર્યું હતું.
Site Admin | ઓક્ટોબર 9, 2024 7:51 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિલાન્યાસ કર્યો
