ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 5, 2024 7:59 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ખાદીના નવા વિક્રમજનક વેચાણને પ્રોત્સાહક સિદ્ધિ ગણાવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે દેશવાસીઓમાં સ્વદેશી તરફના પ્રેમની પ્રશંસા કરી હતી. ખાદી ઈન્ડિયાએ રેકોર્ડ વેચાણ હાંસલ કર્યું છે. ગાંધી જયંતિના અવસર પર નવી દિલ્હીના ખાદી ભવનમાં માત્ર એક જ દિવસમાં 2 કરોડ 1 લાખ 37 હજાર રૂપિયાના ઉત્પાદનોનું વેચાણ થયું હતું. શ્રી મોદીએ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે આ સિદ્ધિ ખાદી સાથે સંકળાયેલા કારીગરોને પણ ટેકો આપશે.
દરમિયાન, ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે ખાદી અને સ્થાનિક ઉત્પાદનો ખરીદવાની પ્રધાનમંત્રી મોદીની અપીલ ક્રાંતિકારી છે. શ્રી શાહે જણાવ્યું હતું કે તેમના નેતૃત્વમાં ખાદી ઉદ્યોગ આજે નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. ..

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ