પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે વાશીમ પહોંચ્યા છે. તેમણે વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ વાશીમમાં વણજારા સમુદાયનો ભવ્ય વારસો દર્શાવતા સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું.
પ્રધાનમંત્રીએ વાશિમમાં 23 હજાર 300 કરોડ રૂપિયાના મૂલ્યની કૃષિ અને પશુપાલન ક્ષેત્રને લગતી વિવિધ પહેલોનો પ્રારંભ કરાવ્યો, ત્યારબાદ થાણેમાં 32 હજાર 800 કરોડનાં મૂલ્યનાં વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે,
પ્રધાનમંત્રીએ ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો જમા કરાવ્યો. દેશભરના 9.4 કરોડથી વધુ ખેડૂતોને 20 હજાર કરોડ રૂપિયાથી વધુની રકમનો સીધો નાણાકીય લાભ મળશે.
શ્રી મોદી કૃષિ આધાર માળખું ભંડોળ હેઠળ 1 હજાર 920 કરોડ રૂપિયાથી વધુના મૂલ્યની વિવિધ પરીયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કર્યુ. પ્રધાનમંત્રી 14 હજાર 120 કરોડ રૂપિયાની મુંબઈ મેટ્રો લાઇન-3ના BKCથી આરે JVLR સેક્શનનું ઉદ્ઘાટન કરશે. તેઓ 12 હજાર 200 કરોડના ખર્ચે નિર્માણ થનાર થાણે ઈન્ટિગ્રલ રિંગ મેટ્રો રેલ પ્રોજેક્ટ અને 2 હજાર અને 550 કરોડ રૂપિયાના નવી મુંબઈ એરપોર્ટ ઈન્ફલ્યુએન્સ નોટિફાઈડ એરિયા પ્રોજેક્ટના પહેલા તબક્કાનો શિલાન્યાસ કરશે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 2:20 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશીમમાં પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 18 મો હપ્તો જાહેર કર્યો
