ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 22, 2024 2:23 પી એમ(PM)

printer

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે અમેરિકામાં ક્વાડ શિખર સંમેલન દરમિયાન જાપાનના પ્રધાનમંત્રી ફૂમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પ્રધાનમંત્રીએ ભારત-જાપાન વિશેષ વ્યૂહાત્મક અને વૈશ્વિક ભાગીદારીની દિશામાં પ્રગતિને સક્ષમ બનાવવા અંગે જાપાનના પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.
બંને નેતાએ બહુપરિમાણીય સંબંધોની સમીક્ષા કરી, સંરક્ષણ અને સલામતી સંબંધો, બી ટૂ બી અને પી ટૂ પી સહયોગ સહિત સહકારને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ