વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લગભગ 50 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવીને ભારત પરત લાવવા માટે ભારત સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે. આ સાથે મુક્ત કરાયેલા ભારતીયોની કુલ સંખ્યા 45 થઈ ગઈ છે. પ્રધાનમંત્રીની મુલાકાત અગાઉ 10 ભારતીય નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
ભારત-ચીન સંબંધો પર વિદેશ મંત્રીના નિવેદનો વિશે પૂછવામાં આવતા, શ્રી જયસ્વાલે કહ્યું કે, મંત્રીશ્રીએ તાજેતરમાં બર્લિન અને નવી દિલ્હી સહિત અનેક અનેક સ્થળોએ આ મુદ્દા પર વાત કરી છે. તેમણે એ પણ ઉલ્લેખ કર્યો છે કે વિદેશ મંત્રાલય ચીન સાથેની વાતચીતનાં ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 13, 2024 9:41 એ એમ (AM) | વિદેશ મંત્રાલય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા :વિદેશ મંત્રાલય
