પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં યમુના નદીની હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને તેની સફાઈ અને કાયાકલ્પ માટેની વર્તમાન અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરવા માટે એક વ્યાપક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.
આ બેઠકમાં નદીની સફાઈ માટે એજન્સીવાર કાર્ય યોજનાની સમીક્ષા કરવામાં આવી હતી. શ્રી મોદીએ સૂચન કર્યું કે, ગટરના પ્રવાહને માપવા તેમજ ગટરના પાણીનાં નિકાલના પ્લાન્ટની કામગીરી પર નજર રાખવા માટે વાસ્તવિક સમયની માહિતી એકત્રિત કરવા માટે ઉપલબ્ધ શ્રેષ્ઠ ટેકનોલોજીનો ઉપયોગ થવો જોઈએ.આ બેઠકમાં કેન્દ્રીયગૃહમંત્રી અમિત શાહ, જળ શક્તિમંત્રી સી. આર. પાટીલ, દિલ્હીનાંમુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | એપ્રિલ 17, 2025 7:31 પી એમ(PM)
પ્રધાનમંત્રીએ યમુના નદીની સ્થિતિનું મૂલ્યાંકન કરવા અને ભાવિ યોજનાઓ પર ચર્ચા કરવા સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી
