ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશના ખજૂરાહોમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કરશે

પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે મધ્યપ્રદેશની મુલાકાત લેશે.તેઓ ખજુરાહોમાં અનેકવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. પ્રધાનમંત્રી કેન-બેતવા નદીને જોડતી રાષ્ટ્રીય પરિયોજનાનો શિલાન્યાસ કરશે, જે રાષ્ટ્રીય પરિપ્રેક્ષ્ય યોજના હેઠળ દેશની પ્રથમ ઇન્ટરલિંકિંગ ઓફ નદીઓ પ્રોજેક્ટ છે.આ પ્રોજેક્ટ મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશના વિવિધ જિલ્લાઓમાં સિંચાઈની સુવિધા પૂરી પાડશે અને લાખો ખેડૂત પરિવારોને ફાયદો થશે. આ પ્રોજેક્ટ વિસ્તારના લોકોને પીવાના પાણીની સુવિધા પણ પૂરી પાડશે. પ્રધાનમંત્રી મોદી અટલ બિહારી વાજપેયીની 100મી જન્મજયંતિ નિમિત્તે એક સ્મારક ટિકિટ અને સિક્કો પણ પ્રસિધ્ધ કરશે.. તેઓ એક હજાર 153 અટલ ગ્રામ સુશાસન ઈમારતોનો શિલાન્યાસ પણ કરશે.આ ઇમારતો ગ્રામ પંચાયતોના કાર્ય અને જવાબદારીઓને લગતી બાબતોમાં મહત્વની ભૂમિકા ભજવશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ