પાટણની બહેરા-મુંગા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીયકક્ષાની ડેફ સ્પર્ધામાં છ ચંદ્રક જીત્યા છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે, કેરળના તિરુવનંતપુરમ્ ખાતે 24થી 29 માર્ચ સુધી યોજાયેલી જુનિયર અન જુનિયર સ્પૉર્ટ્સ સ્પર્ધામાં 20 રાજ્યના 600 જેટલા ખેલાડીએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં પાટણના છ ખેલાડીઓએ છ સહિત રાજ્યના 23 બધિર ખેલાડીઓએ આઠ ચંદ્રક જીત્યા હતા.ચંદ્રક વિજેતા ખેલાડીઓએ રાષ્ટ્રપતિ પુરસ્કાર વિજેતા શિક્ષક અને કૉચ અને ટીમ મૅનેજરના માર્ગદર્શન હેઠળ તાલીમ મેળવી હતી. ખેલાડીઓની આ સિદ્ધિ બદલ તમામ લોકોએ તેમને અભિનંદન પાઠવ્યા છે. ઉલ્લેખનીય છે કે, બધિર બાળકોએ પાટણની આ શાળાને અત્યાર સુધીમાં કુલ 12 રાષ્ટ્રીય કક્ષાએ ચંદ્રક અપાવ્યા છે.
Site Admin | એપ્રિલ 3, 2025 10:19 એ એમ (AM)
પાટણની બહેરા-મુંગા શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય કક્ષાની ડેફ સ્પર્ધામાં છ ચંદ્રક જીત્યા
