કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, જમ્મુ-કાશ્મીરનાં ઉપરાજ્યપાલ મનોજ સિંહા અને મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ શ્રીનગરમાંપોલિસ કન્ટ્રોલ રૂમ ખાતે આવીને મૃતકોને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મૃતકોનાંપાર્થિવ શરીરને તેમનાં વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
દરમિયાન,ગઈકાલની ઘટનાનાં પગલે પહલગામતથા દક્ષિણ કાશ્મીરના અનંતનાગ અને કુલગામ સહિતનાં જિલ્લાઓમાં સુરક્ષા વધારી દેવામાં આવીછે. હૂમલાના વિરોધમાં આજે સવારથી જ કાશ્મીર ખીણમાં સંપૂર્ણ બંધ પાળવામાંઆવ્યો છે. મોટાભાગની દુકાનો, બજારો અને સ્થાનિક ઔદ્યોગિક અને ઉત્પાદન એકમો બંધ છે. ખાનગી અને જાહેરપરિવહન બંધ છે અને ખીણની શેરીઓ વેરાન નજરે પડી રહી છે.
તમામ શૈક્ષણિક સંસ્થાઓએ તેમના વર્ગો સ્થગિત કરી દીધા છે.
Site Admin | એપ્રિલ 23, 2025 3:32 પી એમ(PM)
પહેલગામ આંતકવાદી હુમલામાં 26નાં મોત : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઘટનાસ્થળની મુલાકાત લીધી
