સર્વોચ્ચ અદાલતે, દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી મોટી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ પોતાની વેબસાઇટ પર રજૂ કર્યો.
દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય દ્વારા રજૂ કરાયેલા 25 પાનાના તપાસ અહેવાલમાં 14 માર્ચ, હોળીની રાત્રે જસ્ટિસ વર્માના નિવાસ સ્થાનેથી કરવામાં આવેલી આગ બુઝાવવાની કામગીરીના વીડિયો અને ફોટોગ્રાફ્સ પણ છે, જે દરમિયાન રોકડ રકમ મળી આવી હતી. રિપોર્ટમાં ભલામણ મુજબ, દેશના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ જસ્ટિસ વર્મા સામેના આરોપોની તપાસ માટે ત્રણ સભ્યોની આંતરિક તપાસ સમિતિની રચના કરી છે. ન્યાયાધીશ ખન્નાએ દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશને જસ્ટિસ વર્માને કોઈપણ ન્યાયિક કાર્ય ન સોંપવાનો પણ નિર્દેશ આપ્યો છે.તેમના જવાબમાં, ન્યાયાધીશ વર્માએ જણાવ્યું કે, તેમના અથવા તેમના પરિવારના કોઈપણ સભ્ય દ્વારા સ્ટોરરૂમમાં ક્યારેય કોઈ રોકડ રકમ મૂકવામાં આવી નથી. તેમણે કહ્યું કે, તેમના નિવાસસ્થાનેથી રોકડ રકમ મળી આવવાના આરોપો સ્પષ્ટ પણે તેમને ફસાવવા અને બદનામ કરવાનું કાવતરું હોવાનું જણાય છે.
Site Admin | માર્ચ 23, 2025 8:51 એ એમ (AM)
ન્યાયાધીશ યશવંત વર્માના નિવાસ સ્થાનેથી રોકડ રકમ મળી આવવાના આરોપ અંગેનો આંતરિક તપાસ અહેવાલ જાહેર.
