નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસની વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમનો પ્રારંભ થશે. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં પરંપરાગત યુવા સંસદની જેમ, આ આયોજન યુવાઓને રાજકારણ અને જાહેર નીતિ સાથે જોડવા સશક્ત મંચ તરીકે કાર્ય કરશે. આનાથી શાસન અને રાષ્ટ્ર નિર્માણમાં યુવાઓની ભાગીદારીને પ્રોત્સાહન મળશે.
જિલ્લા અને રાજ્ય સ્તરની યુવા સંસદ બાદ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના ટોચના ત્રણ ઉમેદવાર એટલે કે, 108 યુવાઓ રાષ્ટ્રીય સ્તરની આ યુવા સંસદમાં ભાગ લેવા પસંદ થયા છે.
દરેક સહભાગીઓ એક દેશ એક ચૂંટણી અને વિકસિત ભારત પર પ્રશ્નકાળ સહિત ઉચ્ચસ્તરની ચર્ચાઓ અને પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. સહભાગી શાસનનો પ્રત્યક્ષ અનુભવ માટે લોકસભા અને રાજ્યસભાના સત્રોમાં પણ ભાગ લેશે. ગુરુવારે આ કાર્યક્રમનું સમાપન થશે, જેમાં વિકસિત ભારત યુવા સંસદ પુરસ્કાર અને રાષ્ટ્રીય યુવા પુરસ્કાર એનાયત કરાશે.
Site Admin | એપ્રિલ 1, 2025 1:58 પી એમ(PM)
નવી દિલ્હીમાં આજે ત્રણ દિવસની વિકસિત ભારત યુવા સંસદ કાર્યક્રમનો પ્રારંભ થશે
