રાજ્યમાં આગામી સમયમાં નવસારી સહિતના દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં પણ ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર દ્વારા ટૂંક સમયમાં સહાયની જાહેરાત કરાશે. નવસારીમાં રાજ્યકક્ષાના કૃષિમેળાના ઉદ્ઘાટન સમારોહમાં કૃષિમંત્રી રાઘવજી પટેલે આ મુજબ જણાવ્યું હતું.
સોશિયલ મીડિયા એક્સ પર શ્રી પટેલે લખ્યું કે, “જુલાઈથી સપ્ટેમ્બરમાં થયેલા ભારે વરસાદમાં રાજ્યના સાત લાખ 15 હજારથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને એક હજાર 372 કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. ત્યારે આગામી સમયમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોને પણ સહાય ચૂકવાશે.
Site Admin | ડિસેમ્બર 22, 2024 8:22 એ એમ (AM)
નવસારી સહિતના દક્ષિણ ગુજરાતમાં ડાંગરના પાકના નુકસાન બદલ રાજ્ય સરકાર ટૂંક સમયમાં સહાય જાહેર કરશે
