કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ છે.શ્રી ગડકરીએ ગઇકાલે મહારાષ્ટ્રના થાણેમાં લેબ ઇન્ડિયા દ્વારા ઇ-સાયકલનું ઉદ્ઘાટન કર્યું. શ્રી ગડકરીએ કહ્યું કે, દેશમાં વાયુ પ્રદૂષણ એક મોટી સમસ્યા છે, પરંતુ કેન્દ્ર સરકારે આ સમસ્યાના ઉકેલની જવાબદારી લીધી છે.શ્રી ગડકરીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, ભારત વર્ષ 2030 સુધીમાં ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં ટોચ પર પહોંચી જશે. તેમણે કહ્યું, આગામી સમયમાં પેટ્રોલ, ડીઝલ અને ઇલેક્ટ્રિક કારના ભાવ સમાન રહેશે
Site Admin | એપ્રિલ 1, 2025 9:57 એ એમ (AM)
દેશમાં વાયુ પ્રદૂષણની સમસ્યા ઘટાડવા ઇલેક્ટ્રિક વાહનો શ્રેષ્ઠ વિકલ્પ-કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
