અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડે રવિવારે જણાવ્યું હતું કે, દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. એરપોર્ટ લોંજમાં સેવામાં અવરોધ ઊભો થતાં કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે તે એરપોર્ટ લોંજ ખાતે તમામ મહત્વનાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વીકારી રહી છે. અદાણી એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કેટલીક બેન્કો સાથે ભાગીદારી ધરાવતી લોંજ એક્સેસ પ્રોવાઇડર ડ્રીમફોક્સ સર્વિસિસ લિમિટેડે સર્વિસ એગ્રીમેન્ટનો ભંગ કરીને અચાનક સેવાઓ સ્થગિત કરતા આ સમસ્યા સર્જાઈ છે. વચગાળાની વ્યવસ્થા તરીકે અદાણી જૂથ દ્વારા સંચાલિત વિમાનમથકો હવે તમામ મોટાં ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વીકારી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ લિમિટેડ મુંબઇ, અમદાવાદ,લખનઉ, મેંગલુરુ, જયપુર, ગુવાહાટી અને થિરુવનંતપુરમ વિમાનમથકનું સંચાલન કરે છે.
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 7:39 પી એમ(PM)
દેશભરનાં વિમાનમથકોએ લોંજ ખાતે સેવાઓ ઝડપથી પૂર્વવત બને તે માટે કંપની બેન્કો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે : અદાણી એરપોર્ટ હોલ્ડિંગ્સ
