હવામાન વિભાગે ગરમીને લઈને દિલ્હીમાં યલો એલર્ટ અને ગુજરાતમા રેડ એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 8 થી 10 એપ્રિલ સુધી હિટવેવની શક્યતા વ્યકત કરાઇ છે. ગઇકાલે પાંચ રાજ્યોના 21 શહેરમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસથી વધુ નોંધાયું હતું. રાજસ્થાનના બાડમેરમાં મહત્તમ તાપમાન 45.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના 21 શહેરોમાં વધુ ગરમી પડવાની આગાહી કરી છે.આજે હિમાચલ પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. હરિયાણા અને ચંદીગઢમાં પણ આગામી ૧૦મી તારીખ સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે છે.
Site Admin | એપ્રિલ 7, 2025 9:44 એ એમ (AM)
દેશનાં પાંચ રાજ્યોનાં 21 શહેરોમાં તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસને પાર
