દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ યશવંત વર્માના સત્તાવાર નિવાસસ્થાને આગ લાગવાથી રોકડનો મોટો જથ્થો મળી આવ્યા બાદ તાત્કાલિક અસરથી તેમના ન્યાયિક કાર્યને પાછું ખેંચી લીધું છે. આજે હાઈકોર્ટ દ્વારા જારી કરાયેલી એક નોંધમાં આ નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.હાઈકોર્ટની વેબસાઇટ પર બીજી એક નોંધમાં જણાવાયું છે કે ડિવિઝન બેન્ચ-III ના કોર્ટ માસ્ટર,જેનું નેતૃત્વ અગાઉ જસ્ટિસ વર્મા કરી રહ્યા હતા, હવે આજ પહેલા સૂચિબદ્ધ કેસોની તારીખો નક્કી કરશે.
Site Admin | માર્ચ 24, 2025 1:55 પી એમ(PM)
દિલ્હી હાઈકોર્ટે જસ્ટિસ યશવંત વર્માના ન્યાયિક કાર્યને પાછું ખેંચ્યુ
