દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ- ગાંધી વિકાસ ટ્રસ્ટે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયને મહાત્મા ગાંધી સંબંધિત વસ્તુઓ અને દસ્તાવેજો સોંપ્યા.
આ પ્રસંગે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર ઉપસ્થિત રહ્યા હતા. તેમણે એક સંદેશમાં કહ્યું કે બાપુનું જીવન અને સંદેશ આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે.
અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ, સોંપવામાં આવેલી વસ્તુઓમાં મહાત્મા ગાંધી દ્વારા વણાયેલા કપડાંનો સમાવેશ થાય છે. મહાત્મા ગાંધી ૧૮૯૩માં દક્ષિણ આફ્રિકા આવ્યા અને લાંબા સમય સુધી ડરબનમાં રહ્યા. તેમણે ૧૯૦૪માં ફિનિક્સ આશ્રમની સ્થાપના કરી.
Site Admin | માર્ચ 23, 2025 8:07 પી એમ(PM)
દક્ષિણ આફ્રિકાના ફિનિક્સ સેટલમેન્ટ ટ્રસ્ટ- ગાંધી વિકાસ ટ્રસ્ટે આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય ગાંધી સંગ્રહાલયને મહાત્મા ગાંધી સંબંધિત વસ્તુઓ અને દસ્તાવેજો સોંપ્યા.