દક્ષિણ આફ્રિકાએ ભારત અને ચીનનાં પ્રવાસીઓને આકર્ષવા માટે ‘ટ્રસ્ટેડ ટુર ઓપરેટર સ્કીમ’-TTOS ની જાહેરાત કરી છે. દક્ષિણ આફ્રિકનાં ગૃહ વિભાગે જણાવ્યું કે આ સ્કીમ જાન્યુઆરી, 2025થી શરૂ થશે. સ્કીમનો હેતુ વિઝા સિસ્ટમ સુધારવાનો છે. આ સ્કીમ અંતર્ગત દક્ષિણ આફ્રિકાને ભારત અને ચીન જેવા મોટા અર્થતંત્રો માટે પસંદગીનું પર્યટન સ્થળ બનાવવા આડેના અવરોધ દૂર કરવામાં આવશે. સરકારનાં જણાવ્યા પ્રમાણે દક્ષિણ આફ્રિકામાં આવતા કુલ આંતરરાષ્ટ્રીય પર્યટકોમાં ભારતીયોનો હિસ્સો માત્ર ચાર ટકા જ છે.
Site Admin | સપ્ટેમ્બર 3, 2024 8:18 પી એમ(PM) | પ્રવાસી
દક્ષિણ આફ્રિકાએ ભારત અને ચીનનાં પ્રવાસીઓને આકર્ષવા માટે ‘ટ્રસ્ટેડ ટુર ઓપરેટર સ્કીમ’-TTOS ની જાહેરાત કરી
