ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 14, 2024 2:50 પી એમ(PM)

printer

તેલંગાણાના મુખ્યમંત્રી  રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે

તેલંગાણાના મુખ્યમંત્રી  રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. વિવિધ વિભાગોના અંદાજ મુજબ, રાજ્યમાં કુલ નુકસાન 10 હજાર 320 કરોડ રૂપિયા છે,  ગઈકાલે હૈદરાબાદમાં એક કેન્દ્રીય ટીમ સાથેની બેઠક દરમિયાન, મુખ્યમંત્રીએ ધ્યાન દોર્યું હતું કે કડક નિયમો, રાજ્યને પહેલેથી ઉપલબ્ધ એક હજાર 350 કરોડ રૂપિયાનો ઉપયોગ કરતા અટકાવી રહ્યા છે. શ્રી  રેડ્ડીએ કેન્દ્ર સરકારને આ શરતો હળવી કરવા વિનંતી કરી હતી. આ ઉપરાંત શ્રી રેડ્ડીએ પૂરપ્રભાવિત વિસ્તારોના લોકોને સ્થજળાંતરિત કરી તેમના માટે આવાસ નિર્માણ  માટેની યોજના બનાવવા માટે પણ કેન્દ્રની મદદ માંગીછે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ