અમેરિકાના ફ્લોરિડા ખાતે તીરંદાજી વિશ્વકપ સ્ટેજ-1 ની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતીય જોડી રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેન્નમે સુવર્ણ ચંદ્રક જીત્યો. ભારતીય જોડીએ ગઈકાલે રાત્રે એક રોમાંચક મેચમાં ચાઈનીઝ તાઈપેઈના હુઆંગ ઝાઓ અને ચેન ચિહ લુનની જોડીને હરાવીને ટાઇટલ જીત્યું.
ઓલિમ્પિકમાં કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટનો સમાવેશ કરવાના નિર્ણય બાદ ભારતીય ટીમે પ્રથમ વખત આ સ્પર્ધા જીતી છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ તાજેતરમાં 2028 લોસ એન્જલસ ઓલિમ્પિક રમતોમાં કમ્પાઉન્ડ મિશ્ર ઇવેન્ટનો સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે.
Site Admin | એપ્રિલ 13, 2025 9:22 એ એમ (AM)
તીરંદાજી વિશ્વકપ સ્ટેજ-1 ની કમ્પાઉન્ડ મિક્સ્ડ ટીમ ઇવેન્ટમાં ભારતીય જોડી રિષભ યાદવ અને જ્યોતિ સુરેખા વેન્નમે સુવર્ણ ચંદ્રક જીત્યો
