આગામી દિવસોમાં મહત્તમ તાપમાન વધશે બાદમાં ઘટશે, દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર થશે.હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને રાજ્યમાં હવામાનની આગાહી કરવામાં આવી છે. જે મુજબ આગામી સાત દિવસમાં રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે. આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો જોવા મળશે, અને ચાર દિવસ પછી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જેના પગલે ગરમીમાં વધારાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.આગામી દિવસોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર જોવા નહીં મળે. પરંતુ ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળશે.
Site Admin | માર્ચ 23, 2025 9:47 એ એમ (AM)
તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધે તેવી હવામાન વિભાગની આગાહીના પગલે ગરમીમાં વધારાની શક્યતા.
