ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી છે. ગિરીડીહ જિલ્લા પોલીસ વડા વિમલ કુમારને નક્સલવાદી અંગે માહિતી મળી હતી. તેના આધારે ડુમરી S.D.P.O. સુમિત પ્રસાદના નેતૃત્વમાં પોલીસે નક્સલવાદી લક્ષ્મણ રાયની તેના ગામ લેઢવાટાંડથી ધરપકડ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ નક્સલવાદી 10 લાખના ઈનામી નક્સલવાદી રામદયાલ મહતોનો અંગત વ્યક્તિ હતો. રામદયાલ મહતો કૉન્ટ્રાક્ટરો પાસેથી પૈસા ઉઘરાણી સહિત નક્સલવાદી સંગઠનની ટુકડી પાસે રોકડ અથવા હથિયારોના પૂરવઠા માટે લક્ષ્મણ રાય પર જ વિશ્વાસ કરતો હતો. હાલમાં પોલીસ નક્સલવાદી લક્ષ્મણ રાયની પૂછપરછ કરી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 15, 2024 2:08 પી એમ(PM)
ઝારખંડ પોલીસને એક લાખ રૂપિયાના ઈનામી નક્સલવાદી લક્ષ્મણ રાયને પકડવામાં સફળતા મળી
