જાપાનમાં, દેશના મધ્ય ભાગમાં આવેલા બે શહેરોના લગભગ 30,000 લોકોને સ્થળાંતર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારે વરસાદને કારણે સર્જાયેલી પૂરની સ્થિતિને કારણે હવામાન વિભાગ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે. વાજિમા શહેરના લગભગ 18 હજાર અને સુજુ શહેરના 12 હજાર લોકોને હોન્શુ ટાપુના ઇશિકાવા પ્રાંતમાં આશ્રય લેવાનું કહેવામાં આવ્યું છે.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:32 પી એમ(PM)
જાપાનમાં, ભારે વરસાદને પગલે 30,000 લોકોને સ્થળાંતર કરાયા
