ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 15, 2024 7:45 પી એમ(PM)

printer

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે

જમ્મુ કાશ્મીરનાં કઠુઆ જિલ્લામાં સલામતી દળો અને ત્રાસવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. એક નિવેદનમાં પોલિસે જણાવ્યું છે કે ત્રાસવાદીઓ છુપાયો હોવાની ચોક્કસ માહિતીને આધારે બાની વિસ્તારમાં પોલીસ અને સલામતી દળોની સંયુક્ત ટૂકડીએ વિશેષ અભિયાન હાથ ધર્યું હતું. બંને પક્ષો વચ્ચે સામસામે ગોળીબાર થયો હોવાનાં અહેવાલ છે. તાજેતરનાં સમયમાં જમ્મુ કાશ્મીરમાં ત્રાસવાદીઓ અને સલામતી દળો વચ્ચે વારંવાર અથડામણની ઘટનાઓ બની છે, જેમાં અનેક ત્રાસવાદીઓ અન તેમનાં કમાન્ડર માર્યા ગયા છે. સલામતી દળોનાં જવાનો પણ શહીદ થયા છે.
પ્રારંભમાં પુંચ અને રાજૌરી જિલ્લામાં થયેલી ત્રાસવાદી પ્રવૃત્તિઓ હવે જમ્મુ ડિવિઝનમાં પણ ફેલાઈ ગઈ છે. તાલીબધ્ધ ત્રાસવાદીઓ વાહનો પર ઓંચિતો હૂમલો કરે છે અને ગ્રેનેડ તથા એસોલ્ટ રાઇફલોનો ઉપયોગ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ