છત્તીસગઢના બિજાપુર જિલ્લામાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર મરાયા છે. આ અથડામણમાં પોલીસકર્મીઓ પણ શહીદ થયા છે. મળતી માહિતી મુજબ, સુરક્ષા દળોની એક સંયુક્ત ટુકડીએ બિજાપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર જંગલમાં નક્સલ વિરોધી અભિયાન હાથ ધર્યું હતું. દરમિયાન ગંગાલૂર વિસ્તારમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી.
સુરક્ષા દળોએ ઘટનાસ્થળે ઠાર મરાયેલા બંને નક્સલીઓના મૃતદેહ કબજે કર્યા છે. આ સાથે જ મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો પણ જપ્ત કર્યો છે. હજી પણ આ વિસ્તારમાં તપાસ અભિયાન યથાવત્ છે.
Site Admin | માર્ચ 20, 2025 2:28 પી એમ(PM)
છત્તીસગઢમાં સુરક્ષા દળ અને માઓવાદીઓ વચ્ચે થયેલી અથડામણમાં બે માઓવાદી ઠાર
