છત્તીસગઢના નારાયણપૂર જિલ્લામાં પોલીસને ગઈકાલે થયેલી અથડામણના સ્થળ પરથી માઓવાદીઓના વધુ ત્રણ મૃતદેહ મળી આવ્યા છે. આ સાથે મૃત્યુઆંક વધીને 31 થયો છે.
ગઈકાલે માઓવાદીઓની હાજરી વિશે માહિતી મળતાં સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોની સંયુક્ત ટુકડીએ ગોવેલ, નેંદુર અને થુલથુલી વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. સુરક્ષાકર્મીઓએ ઘટના સ્થળેથી મોટી માત્રામાં હથિયારો જપ્ત કર્યા છે.
Site Admin | ઓક્ટોબર 5, 2024 2:25 પી એમ(PM)
છત્તીસગઢમાં માઓવાદીઓના વધુ ત્રણ મૃતદેહ મળી આવતા મૃત્યુઆંક વધીને 31 થયો
