પ્રવર્તન નિદેશાલય- EDએ છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં શરાબ કૌભાંડનાં સંદર્ભમાં 14 સ્થળોએ શોધ અભિયાન હાથ ધર્યું છે. મની લોન્ડરિંગ એક્ટ, 2002 હેઠળ ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેન્દ્ર બઘેલ, તેમનાં પુત્ર અને સહયોગીઓનાં નિવાસસ્થાને શોધખોળ ચાલુ છે. ઇડીને માહિતી મળી કે, ભૂતપુર્વ મુખ્યમંત્રીના પુત્રને પણ શરાબ કૌભાંડમાંથી થયેલી આવકનો ભાગ મળ્યો હતો. આ કૌભાંડ વિવિધ યોજનાઓમાંથી બે હજાર કરોડ રૂપિયાથી વધુનાં ગુનામાંથી થયેલી આવક સાથે સંડોવાયેલું છે.
Site Admin | માર્ચ 10, 2025 1:21 પી એમ(PM) | ED
છત્તીસગઢના ભૂતપુર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને તેમનાં પરિવારજનોને ત્યાં ઇડીનું શોધ અભિયાન
