ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું, ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે. નવી દિલ્હીમાં આજે પ્રાણાયામ પર વૈશ્વિક પરિષદને સંબોધતાં શ્રી ધનખડે કહ્યું, આ પરિસદ સંયુક્ત રાષ્ટ્રના ટકાઉ વિકાસ લક્ષ્યાંક સાથે સુસંગત છે.
શ્રી ધનખડે ઉમેર્યું, આ પરિસદની સુસંગતતા વસુધૈવ કુટુમ્બકમ્ ની પ્રાચીન પરંપરા સાથે મળતી આવે છે. તેમણે ભારતને 5 હજાર વર્ષ જૂની એક અનોખી સભ્યતા અને વિશ્વનું સાંસ્કૃતિક કેન્દ્ર ગણાવ્યું. શ્રી ધનખડે કહ્યું, ટકાઉ વિકાસના બલિદાનના કારણે આબોહવા પરિવર્તનનું જોખમ સર્જાયું છે.
Site Admin | ફેબ્રુવારી 21, 2025 2:43 પી એમ(PM) | ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
ચિંતા અને હતાશાના સ્વરૂપમાં માનસિક આરોગ્ય એક ગંભીર પડકાર તરીકે ઉભરી આવ્યું છે :ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ
