ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 13, 2024 8:18 પી એમ(PM) | સેમિકોન ઇન્ડિયા 2024

printer

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા 2024 સંમેલનનું આજે  સમાપન થયું

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા2024 સંમેલનનું આજે  સમાપન થયું છે. ત્રણદિવસ સુધી યોજાયેલા આ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સમાપનદિને આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં સેમિકોનના મુખ્ય અધિકારી અજિત મનોચાએકહ્યું કે, સેમિકોન ઇન્ડિયા અત્યાર સુધી કોઈપણ દેશમાં યોજાયેલા સંમેલન કરતાં સૌથીમોટું અને સફળ આયોજન રહ્યું છે. જેમાં સેમિકન્ડક્ટર ઉદ્યોગ સાથે જોડાયેલા 100થીવધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. સિંગાપુરની કંપની કોહ યંગ ટેકનોલોજીના અધિકારીથોમસ લાઉએ કહ્યું કે, આ સંમેલનમાં થયેલી ચર્ચા અને સંયુક્ત સહાસો અંગે થયેલીકાર્યવાહીના કારણે તેમને લાભ થયો છે. ACES ના વિક્રાંત ગુપ્તાએ જણાવ્યું હતું કે, અગાઉસેમિકન્ડક્ટરનું ઉત્પાદન કેટલાંક દેશોમાં જ થતું હતું અને ભારતને તેમના ઉપર આધારરાખવો પડતો હતો. પણ સેમિકોન ઇન્ડિયાના લીધે દેશમાં સેમિકન્ડક્ટરના ઉત્પાદન માટેઅનુકુળ વ્યવસ્થા ઉભી થઈ રહી છે જેનો લાભ દેશને થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ