ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે. શ્રી શાહે જણાવ્યું હતું કે 2047 સુધીમાં દેશનું સમગ્ર સરકારી તંત્ર ભારતીય ભાષાઓમાં કામ કરશે એવાં ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. તેમણે જણાવ્યું કે, સત્તાવાર ભાષ। અંગેનો વિભાગ એવું સોફ્ટવેર વિક્સાવી રહ્યો છે, જે આઠમી સૂચિમાં સમાવિષ્ટ તમામ ભાષાઓનો ટેકનિકલ ધોરણે અનુવાદ કરશે.
નવી સરકારની રચના થયા બાદ ગઈ કાલે નવી દિલ્હીમાં સત્તાવાર ભાષા અંગેની સંસદીય સમિતિની પુનરર્ચના માટેની બેઠક યોજાઈ હતી. શ્રી શાહ વર્ષ 2019થી 2014 દરમિયાન પણ આ સમિતિના અધ્યક્ષ હતા.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 8:55 એ એમ (AM) | ગૃહમંત્રી અમિત શાહ
ગૃહમંત્રી અમિત શાહ રાજભાષા પરની સંસદીય સમિતિના અધ્યક્ષ તરીકે સર્વસંમતિથી ફરીથી ચૂંટાઈ આવ્યા છે.
