ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 22, 2024 8:29 એ એમ (AM)

printer

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આજે રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે

ગુજરાત જાહેર સેવા આયોગ- GPSC દ્વારા આજે રાજ્યભરમાં રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ-3ની પ્રાથમિક પરીક્ષા યોજવામાં આવશે. રાજ્યના 33 જિલ્લાઓના કુલ 754 પેટા-કેન્દ્રો ખાતે યોજાનારી આ પરીક્ષામાં એક લાખ 85 હજાર ઉમેદવારો ઉપસ્થિત રહેશે. આ તરફ ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ દ્વારા આજની પરીક્ષાને ધ્યાનમાં રાખી વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. નિગમની યાદી મુજબ, માર્ગમાં જે-તે સ્ટેશન પરથી મુસાફરોને બસમાં લેતી વખતે પરીક્ષાર્થીઓને અગ્રીમતા આપવા નિગમે તમામ વિભાગ અને ડેપોને ખાસ સૂચનાઓ આપી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ