ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત’ વર્ષ ૨૦૨૪ એવોર્ડ એનાયત કરાયો હતો.
ગુજરાતમાં દિવ્યાંગજનોના અધિકાર અધિનિયમ ૨૦૧૬ના ઉતકૃષ્ઠ અમલીકરણ માટે આ એવોર્ડ એનાયત થયો દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનર વી. જે. રાજપૂતે આ એવોર્ડ સ્વીકાર્યો હતો..
દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરી દિવ્યાંગ વ્યક્તિઓ માટે ‘ડિમ્ડ સિવિલ કોર્ટ’ તરીકે કામ કરે છે. દિવ્યાંગ વ્યક્તિઓની સુવિધા માટેની આ કોર્ટ દ્વારા ઓફલાઈન તેમજ ઓનલાઇન એમ બંને રીતે કેસની સુનાવણી હાથ ધરવામાં આવે છે. આ કચેરી દ્વારા છેલ્લાં પાંચ વર્ષમાં કુલ ૧ હજાર ૯૬ કેસનો નિકાલ કરવામાં આવ્યો હોવાની માહિતી કમિશ્નર વી.કે.રાજપૂતે આપી હતી.
Site Admin | ડિસેમ્બર 11, 2024 3:43 પી એમ(PM)
ગુજરાતમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટેના કમિશનરની કચેરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂના હસ્તે સર્વશ્રેષ્ઠ ‘રાજ્ય દિવ્યાંગજન આયુક્ત’ વર્ષ ૨૦૨૪ એવોર્ડ એનાયત કરાયો
