ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું. જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલ કડક કાર્યવાહીમાં ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકની અંદાજિત 3 હજાર 200 ચોરસ મીટર જમીન પર એક વ્યક્તિએ ગેરકાયદેસર કબજો કરી તેનો વ્યાવસાયિક ઉપયોગ કરાઈ રહ્યો હતો. મેરીટાઇમ બોર્ડના અધિકારીઓ દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરાતા તાત્કાલિક અસરથી આ દબાણને દૂર કરી જમીનને ખાલી કરાઇ હતી.
Site Admin | ફેબ્રુવારી 13, 2025 8:24 એ એમ (AM) | ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના પ્રભાસ પાટણમાં 4 કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પરના અનધિકૃત દબાણને દૂર કરાયું.
