ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો છે. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, વહીવટીતંત્ર દ્વારા સ્પર્ધકો માટે ન્યૂટ્રિશન સહિતની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વેરાવળ (૨૧ નોટીકલ માઈલ) અને બહેનો માટેની સ્પર્ધા આદ્રીથી વેરાવળ (૧૬ નોટીકલ માઈલ) વચ્ચે યોજાઈ રહી છે.
આ તરણ સ્પર્ધામાં ગુજરાતના ૨૦, કર્ણાટકના ૧, મહારાષ્ટ્રના ૧૨, પશ્ચિમ બંગાળના ૦૪ એમ વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો છે.
Site Admin | માર્ચ 19, 2025 6:56 પી એમ(PM) | ગીર સોમનાથ
ગીર સોમનાથના આદ્રી બીચ ખાતે બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ભાઈઓ માટેની ૩૪મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫નો પ્રારંભ થયો
