કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે, ટીબી એટલે કે ક્ષયને નાબૂદ કરવામાં સરકારે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે. આજે વિશ્વ ક્ષય દિવસે સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી નડ્ડાએ વૈશ્વિક લક્ષ્યનાં પાંચ વર્ષ પહેલાં એટલે કે 2025ના અંત સુધીમાં ક્ષય નાબૂદી માટે સરકારની પ્રતિબધ્ધતાનો પુનરોચ્ચાર કર્યો છે.
શ્રી નડ્ડાએ જણાવ્યું કે, “અમારી સરકારે રાષ્ટ્રીય ટીબી નાબૂદી કાર્યક્રમ દ્વારા આ રોગ સામે લડવામાં નોંધપાત્ર હરણફાળ ભરી છે.”
Site Admin | માર્ચ 24, 2025 2:23 પી એમ(PM)
ક્ષયને નાબૂદ કરવામાં સરકારે નોંધપાત્ર સફળતા પ્રાપ્ત કરી છે : કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડા
