કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં સંશોધન કરીને લઘુતમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આ નવા દર પહેલી ઑક્ટોબરથી અમલમાં આવશે. લઘુતમ વેતન દરમા સ્તરના આધારે કરાયેલા વર્ગીકરણમાં ભૌગોલિક ક્ષેત્ર એ, બી અને સી પર ધ્યાન રખાશે.
સંશોધન બાદ એશ્રેણીના ક્ષેત્રમાં નિર્માણ, સફાઈ, સ્વચ્છતા અને માલસામાનના વહન કાર્ય સાથે જોડાયેલા અકુશળ કારીગરો માટે પ્રતિદિવસ લઘુતમ વેતન 783 રૂપિયા રહેશે. અર્ધકુશળ કારીગરો માટે પ્રતિદિવસ લઘુતમ વેતન 868 રૂપિયા રહેશે. જ્યારે કુશળ, કારકૂન માટે પ્રતિદિવસ લઘુતમ વેતન 954 રૂપિયા નક્કી કરાયું છે. ઉપરાંત વધુ કુશળ કારીગરો અને સશસ્ત્ર સુરક્ષાકર્મી માટે લઘુતમ વેતન પ્રતિદિવસ એક હજાર 35 રૂપિયા નક્કી કરાયું છે.
Site Admin | સપ્ટેમ્બર 27, 2024 9:15 એ એમ (AM)
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં સંશોધન કરીને લઘુતમ વેતન દરમાં વધારો કરવાની જાહેરાત કરી
