ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 23, 2025 8:48 એ એમ (AM)

printer

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી.

કેન્દ્ર સરકારે પહેલી એપ્રિલથી ડુંગળીની નિકાસ પરની 20 ટકા ડ્યુટી પાછી ખેંચી લીધી છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આનાથી ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને ગ્રાહકોને ડુંગળીની પોષણક્ષમતા જળવાઈ રહેશે. તેમણે ઉમેર્યું કે, રવિ પાકના સારા જથ્થામાં આગમનને કારણે મંડી અને છૂટક ભાવ બંનેમાં ઘટાડો થયો છે. અંદાજ મુજબ, ડુંગળી સહિત રવિ ઋતુ દરમિયાન પાકનું વધુ ઉત્પાદન આગામી મહિનાઓમાં બજાર ભાવમાં વધુ ઘટાડો કરશે તેવી અપેક્ષા છે.સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગયા વર્ષે 13 સપ્ટેમ્બરથી 20 ટકા નિકાસ ડ્યુટી લાગુ કરવામાં આવી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ