કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરી છે.
સર્વોચ્ચ અદાલતના કોલેજીયમે થોડા દિવસ પહેલા તેના અગાઉના નિર્ણય પર પુનઃર્વિચાર કરીને મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરવાની ભલામણ કરી હતી, જેને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, મુખ્ય ન્યાયાધીશ તાશી રબસ્તાનની અગાઉ વર્ષ 2013માં જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતમાં ન્યાયાધીશ તરીકે નિમણૂક કરવામાં આવી હતી
Site Admin | સપ્ટેમ્બર 22, 2024 2:27 પી એમ(PM)
કેન્દ્ર સરકારે કેન્દ્રશાસિત જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ વડી અદાલતનાં મુખ્ય ન્યાયાધીશ તરીકે ન્યાયાધીશ તાશી રાબસ્તાનની નિમણૂક કરી
