કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓ જેવી પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ – PPFઅને સુકન્યા સમૃદ્ધિ યોજના – SSYના વ્યાજદરમાં કોઈ ફેરફાર નથી કર્યો. સરકારના આ નિર્ણયથી નાની બચત યોજનાઓ પર જુલાઈ અને સપ્ટેમ્બરના સમયગાળામાં મળતો વ્યાજદર જ યથાવત્ રહેશે. નાણા મંત્રાલયે જાહેર કરેલા સૂચનમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે.નાની બચત યોજનાઓમાં સૌથી વધુ 8.2 ટકાવ્યાજ સુકન્યા સમૃદ્ધિ યોજના અને વરિષ્ઠ નાગરિક બચત યોજના પર મળી રહ્યું છે.જ્યારે રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર પર 7.7 ટકા, કિસાન વિકાસપત્ર અને મહિલા સન્માન બચત પ્રમાણપત્ર પર 7.5 ટકા, માસિક આવક યોજના પર 7.4 ટકા અને પબ્લિક પ્રૉવિડન્ટ ફંડ પર 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે.
Site Admin | ઓક્ટોબર 1, 2024 3:59 પી એમ(PM)
કેન્દ્ર સરકારે ઑક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન નાની બચત યોજનાઓના વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યા નથી
