કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંતર્ગત છ પહેલો શરૂ કરી.
આ પહેલોમાં રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશનની બીજી આવૃત્તિ, ગૌણ કાયદા વ્યવસ્થાપન પ્રણાલી, સલાહકાર સમિતિ વ્યવસ્થાપન પ્રણાલી, રાષ્ટ્રીય યુવા સંસદ યોજનાની બીજી આવૃત્તિ અને એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલનો સમાવેશ થાય છે. સંસદીય બાબતોના મંત્રાલયે કહ્યું છે કે, રાષ્ટ્રીય ઈ-વિધાન એપ્લિકેશનના નવા સંસ્કરણમાં ઘણી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ પહેલોનો હેતુ કાગળ રહિત કાયદાકીય વાતાવરણ હાંસલ કરવાનો છે. મંત્રાલય એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રાષ્ટ્રીય યુવા સંસદ સ્પર્ધાની નવી યોજના શરૂ કરી રહ્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય લોકશાહીના મૂળને મજબૂત કરવાનો અને વિવિધ મંતવ્યો પ્રત્યે સહિષ્ણુતા વિકસાવવાનો છે.
Site Admin | સપ્ટેમ્બર 11, 2024 2:15 પી એમ(PM)
કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંતર્ગત છ પહેલો શરૂ કરી
