ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 25, 2025 6:34 પી એમ(PM)

printer

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે લોકસભામાં બૉયલર વિધેયક 2024ને વિચાર અને પસાર કરવા રજૂ કર્યું

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે આજે લોકસભામાં બૉયલર વિધેયક 2024ને વિચાર અને પસાર કરવા રજૂ કર્યું. આ બૉઈલર અધિનિયમ, 1923ને રદ કરે છે. આ વિધેયકમાં બૉયલરના નિયમન, વરાળ બૉયલરના વિસ્ફોટના જોખમથી લોકોના જીવ અને મિલકતની સલામતી માટે જોગવાઈ કરવામાં આવી છે.તેમાં દેશમાં બૉયલરના નિર્માણ અને ઉપયોગ વખતે નોંધણી અને નિરીક્ષણમાં એક રૂપતાની પણ જોગવાઈ છે. આ વિધેયકથીસુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યમ- MSME ક્ષેત્ર સહિતબૉયલર ઉપયોગકર્તાઓને લાભ થશે. સાથે જ વિધેયકમાં બૉયલર સંભાળતા કર્મચારીઓની સલામતી સુનિશ્ચિત કરવા સાત ગુનામાંથી ચાર મુખ્ય ગુનાઓ કે, જેનાથી જાનમાલનું નુકસાન થઈ શકેછે તે માટે ફોજદારી દંડ યથાવત્ રખાયો છે, અન્ય ગુનાઓ માટે રાજકોષીય દંડની પણ જોગવાઈ છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ