ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 28, 2024 7:52 પી એમ(PM) | જળવિદ્યુત યોજના

printer

કેન્દ્રીય મંત્રીમંડળે જળવિદ્યુત યોજનાઓના વિકાસ માટે ઉત્તર-પૂર્વ રાજ્યોની સરકારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો

કેન્દ્રીય મંત્રીમંડળે જળવિદ્યુત યોજનાઓના વિકાસ માટે ઉત્તર-પૂર્વ રાજ્યોની સરકારોને નાણાકીય સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળે આ મામલે ઊર્જા મંત્રાલયના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
ચાર હજાર 136 કરોડ રૂપિયાના ખર્ચની આ યોજનાને વર્ષ 2024-25થી 2031-32 સુધી લાગુ કરવામાં આવશે. તેમ જ યોજના હેઠળ લગભગ 15 હજાર મેગાવૉટની સંચિત જળવિદ્યુત ક્ષમતાને સમર્થન અપાશે. આ યોજના કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમના તમામ પ્રૉજેક્ટ માટે રાજ્ય સરકાર સાથે સંયુક્ત સાહસ કંપનીની રચના કરવાની જોગવાઈ કરે છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ