કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી. કેન્દ્રીય રાજ્ય મંત્રી શાંતનુ ઠાકુર પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. ક્રૂઝ ભારત મિશનનો ઉદ્દેશ્ય ક્રૂઝ ટુરિઝમ માટે વૈશ્વિક કેન્દ્ર બનવા અને દેશને અગ્રણી વૈશ્વિક ક્રૂઝ ડેસ્ટિનેશન તરીકે પ્રમોટ કરવાના ભારતની યોજનાને સાકાર કરવાનો છે.આ પ્રસંગે શ્રી સોનોવાલે જણાવ્યું કે મિશનનો હેતુ 2029 સુધીમાં ક્રુઝ પેસેન્જર ટ્રાફિકને બમણો કરીને દેશના ક્રુઝ પ્રવાસન ઉદ્યોગને આગળ ધપાવવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર ભારતની બ્લુ ઈકોનોમીની પ્રચંડ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 6:19 પી એમ(PM)
કેન્દ્રીય બંદર, શિપિંગ અને જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલે આજે મુંબઈ બંદરેથી ‘ક્રુઝ ભારત મિશન’ની શરૂઆત કરી
