ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 20, 2024 3:30 પી એમ(PM)

printer

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ સુરતના સુંવાલી દરિયાકિનારે આજથી શરૂ થનારા ત્રણ દિવસના મહોત્સવનો પ્રારંભ કરાવશે. આ મહોત્સવમાં ઊંટ અને ઘોડેસવારી, ક્રાફ્ટ સ્ટૉલ, ફૂટ કૉર્ટ, ફૉટો કૉર્નર, દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણ હશે. ઉપરાંત 100 જેટલા ફૂડ સ્ટૉલ પણ તૈયાર કરાયા છે.
સત્તાવાર યાદી મુજબ, પ્રવાસનને વેગ મળે અને સ્થાનિક સ્તરે રોજગારીનું સર્જન થાય તે હેતુથી સતત બીજા વર્ષે આ મહોત્સવનું આયોજન કરાયું છે. મહોત્સવમાં ત્રણેય દિવસ મનોરંજનના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. આ માટે મહાનગરપાલિકા દ્વારા સિટી બસ અને એસ.ટી. બસની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ