કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બની ગયો છે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી શાહે કહ્યું, કેન્દ્ર સરકારની નીતિઓના કારણે જમ્મુ-કાશ્મીરમાંથી અલગાવવાદનો સંપૂર્ણપણે અંત આવ્યો છે. શ્રી શાહે કહ્યું, હૂર્રિયતના બે જૂથે અલગાવવાદ સાથે તમામ પ્રકારના સંબંધ તોડવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયને આવકારતા શ્રી શાહે અન્ય જૂથને પણ અલગાવવાદનો રસ્તો હંમેશા માટે છોડા દેવા આગ્રહકર્યો. તેમણે આને વિકસિત, શાંતિપૂર્ણ અને અખંડ ભારતને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વની સિદ્ધિ ગણાવી.
Site Admin | માર્ચ 25, 2025 6:54 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, કાશ્મીરમાં અલગાવવાદ હવે ઇતિહાસ બની ગયો છે
