કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, નરેન્દ્ર મોદી સરકાર દેશની ન્યાય પ્રણાલિ લોક-કેન્દ્રિત અને વૈજ્ઞાનિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. નવી દિલ્હીમાં આજે અખિલ ભારતીય ન્યાયસહાયક વિજ્ઞાન શિખર સંમેલનને સંબોધતા; શ્રી શાહે કહ્યું, સરકાર દરેકને સમયસર ન્યાય અપાવવા અને તેમને ન્યાયથી સંતોષ થાય તે દિશામાં કામ કરી રહી છે. તેમણે ઉમેર્યું, દેશમાં ફોજદારી ન્યાય વ્યવસ્થાને મજબૂત કરવામાં ન્યાયસહાયક વિજ્ઞાન ઘણું ઉપયોગી છે.
શ્રી શાહે કહ્યું, આનો ઉદ્દેશ સલામત અને સક્ષમ ભારત બનાવવાનો છે. તેમણે કહ્યું, ન્યાયસહાયક વિજ્ઞાન વગર સમયસર ન્યાય અને વધુને વધુ કેસમાં સજા અપાવવી એ શક્ય નથી.
કેન્દ્રીય ગૃહમંત્રીએ ત્રણ નવા ફોજદારી કાયદામાં કરાયેલા ફેરફારને 21મી સદીનું સૌથી મોટું પરિવર્તન ગણાવ્યું હતું.