કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગર શહેરના લોકોની જનસુખાકારી માટે 150 કરોડના 11 વિકાસકામોનું ખાતમુહુર્ત અને બે કરોડના એક કામનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના મંત્રી નીમુબેન બાંભણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે શ્રી માંડવિયાએ જણાવ્યું હતું કે આજે થયેલા વિકાસ કામોના ખાતમુહુર્ત અને લોકાર્પણથી ભાવનગર શહેરની સુંદરતા અને લોકોની સુખાકારીમાં વધારો થશે. ડબલ એન્જીનવાળી સરકારમાં રાજ્યનો ભરપૂર વિકાસ થઇ રહ્યો છે.
આ પ્રસંગે રાજ્યના મંત્રી નીમુબેન કહ્યું હતં કે ભાવનગરને વિકાસના કામોની અનેક ભેટ મળેલી છે. જેમાં નવા ધોરીમાર્ગો, સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ ભાવનગર સોમનાથ ચાર માર્ગીય ધોરીમાર્ગ, અલંગ ડેવલપમેન્ટ તેમજ રો-રો ફેરી સર્વિસ, કન્ટેન્ટ મેન્યુફેક્ચરીંગ સહિતના અનેક ઉદ્યોગો અહીં વ્કસ્યા છે.
ભાવનગરના અમારા પ્રતિનિધિ સુરેશ ત્રિવેદી જણાવે છે કે વિકાસકામોના લોકાર્પણ બાદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યના પ્રથમ ગ્રેઇન ATM અને સર.ટી.હોસ્પિટલમાં તૈયાર થયેલા સુપર સ્પેશ્યાલીટી વિભાગની મુલાકાત લીધી હતી.
Site Admin | ડિસેમ્બર 15, 2024 7:20 પી એમ(PM)
કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ આજે ભાવનગરમાં 150 કરોડના 11 વિકાસકામોનું ખાતમુહુર્ત અને બે કરોડના કામોનું લોકાર્પણ કર્યું
